ગીર સોમનાથના સમાચાર
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર અને દેશનું એક મોટું માછીમારી બંદર વેરાવળ — બંને આવેલાં છે. ગીરનું જંગલ અને કેસર કેરીના બગીચા આ જ પટ્ટીમાં ફેલાયેલા છે. યાત્રાધામ, માછીમારી, વન્યજીવ અને ખેતીના સ્થાનિક સમાચાર આ પાના પર એકઠા થાય છે.
Breaking News : ગીર સોમનાથમાં વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, જુઓ Video
4 મિત્રો કારમાં કોડીનારથી દીવ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર વરસાદી પાણી ભરેલી ખાડીમાં ફસાઈ હતી.ચારેય મિત્રોએ સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી બચાવ થયો હતો.
TV9 ગુજરાતી
Breaking News : ગીર-સોમનાથમાં બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા, તપાસ શરૂ, જુઓ Video
ગીર-સોમનાથના ઉના નજીક વલસાડની ‘માધવી’ નામની ફિશિંગ બોટ પથ્થર સાથે અથડાતા ડૂબી ગઈ હતી. ભારે પવન અને મોજાં વચ્ચે બોટ ડૂબવા લાગતા 12 માછીમારોએ દરિયામાં કૂદકો લગાવ્યો.
TV9 ગુજરાતી